SBIએ ગ્રાહકો માટે શરૂ કરી વિશેષ સુવિધા.

દેશની સૌથી મોટી બેંક દિગ્ગજ ભારતીય સ્ટેટ બેંકે (એસબીઆઇ) પોતાના ગ્રાહકો માટે ખાસ સુવિધા રજૂ કરી છે. તેના હેઠળ બેંકે પોતાની
143 શાખાને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરી છે. તેનાથી જે કામમાં અઠવાડિયું, મહિનો લાગતો હોય તે કામ થોડી મિનિટોમાં થઇ જશે.
બેંકિગ સેવાઓ ઉપરાંત એસબીઆઇની સહયોગી કંપનીઓ (લાઇફ ઇન્શયોરન્સ, જનરલ ઇન્શયોરન્સ, મુચ્યુઅલ ફંડ, ક્રેડિટ કાર્ડ અને
એસબીઆઇકેપ સિકયોરિટી) દ્વારા ઓનલાઇન ટ્રેડિંગ સંબંધી કામ પણ કરી શકાશે. તે સિવાય બેંકે કિયોસ્ક પણ લગાવેલ છે. બેંકે આ
શાખાઓનું નામ એસબીઆઇઇનટચ રાખ્યું છે.
તમને જણાવી દઇએ કે, એસબીઆઇઇનટચ શાખાઓમાં બચત ખાતા, ચાલુ ખાતા, પીપીએફ ખાતા સરળતાથી ખુલી શકે છે. એકાઉન્ટ
ઓપનિંગ કિયોસ્ક (એઓકે)ના માધ્યમથી તમામ કામ એક ટચથી પુરું થઇ જશે. તેનું ખાસ ફીચર એ છે કે ડેબિટ કાર્ડ પ્રિટિંગ કિયોસ્ક દ્વારા
ગ્રાહક માત્ર 15 મીનિટમાં ડેબીટ કાર્ડ પર પોતાની તસવીર લગાવી શકે છે. તે સિવાય આ વિશેષ શાખામાં એકાઉન્ટ હોવું જરૂરી છે. બેંકની
આ શાખાઓમાં ગ્રાહક 24 કલાક ચેક જમા, પ્રીન્ટ અને કેશ જમા કરાવી શકે છે.
એસબીઆઇઇનટચ ટેપ એન્ડ ગો કોન્ટેક્ટલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તેનો અર્થ એ થાય છે કે ગ્રાહક કોઇ પણ મર્ચન્ટની પાસે
કોન્ટેક્ટલેસ સિમ્બોલ જોઇને કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરી શકે છે.
Comments
Post a Comment