મોંઘવારીમાં બેન્કો પણ મોંઘી, બેંક ની સેવા ચાજઁ વસુલ છે બેન્કોની કોઈ પણ શાખામાં 20 જાન્યુઆરીથી પ્રવેશ મોંઘો પડશે. ખાનગી જ નહીં સરકારી બેન્કોની બધી જ શાખાઓ હવે ડગલેને પગલે ચાર્જ વસુલ કરનાર છે. હવે કોઈ પણ સેવા મફત મળે તેવીં કલ્પના સુંદ્ધા કરતાં નહીં. 20 જાન્યુઆરીથી બધી જ બેન્કો અને શાખાઓ ઉપાડ, જમા, મોબાઈલ નંબરમાં ફેરફાર, કેવાયસી, સરનામામાં ફેરફાર, નેટ બેન્કિંગ તથા ચેક બુક માટેની અરજી સહિતની બધી જ સેવાઓ માટે પૈસા લેવાનું શરૂ કરનાર છે. જે બેન્ક બ્રાન્ચમાં ખાતું હશે તે સિવાયની અન્ય કોઈ પણ બ્રાન્ચમાં જઈ બેન્કિંગ સેવા માટે પણ રૂપિયા આપવા પડશે. તેની પર જીએસટી જૂદો. આ તમામ ચાર્જ ખાતામાંથી બારોબાર કપાઈ જશે. નામ જાહેર ન કરવાની શરતે બેન્ક ઓફ બરોડાના વરિષ્ઠ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે નવા ચાર્જિસ વિશે ઈન્ટરનલ નિર્દેશ જારી કરી દેવાયા છે. અમે રિઝર્વ બેન્કના નિર્દેશોનું પાલન કરી રહ્યા છીએ. વિવિધ ચાર્જ અંગે બોર્ડે નિર્ણય લેવાનો છે. બેન્કરોએ આ પગલાંને યોગ્ય ઠરાવતાં જણાવ્યું હતું કે આ પગલાંથી ઓનલાઈન બેન્કિંગને પ્રોત્સાહન મળશે. સમય જતાં ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ પણ નામશેષ થઈ જશે. એટીએમઅને કિયોસ્ટ મ...